રસોઇમાં જાણવા જેવુંભાગ-૧૯સંકલન- મિતલ ઠક્કર રસોઇ બનાવતી વખતે જો એના પોષક મૂલ્યો અને અને તેની ઉપયોગીતાનો ખ્યાલ હોય તો તેનો વધારે લાભ મેળવી શકાય છે. રસોઇમાં વપરાતી ખાદ્ય વસ્તુઓ, અનેક શાક અને મસાલામાં એવા પોષક મૂલ્યો હોય છે જેનો જાણીને ઉપયોગ કરીએ તો રસોઇ સ્વાદ સંતોષવા સાથે આરોગ્યને સારું રાખી શકે છે.* કડવા કારેલાના ગુણ સારા હોય એ વાત આપણે બાળપણથી જાણીએ છીએ. કારેલાનો રસોઇમાં વિવિધ રીતે ઉપયોગ કરવો જોઇએ. તેનો કડવો રસ કૃમિને અટકાવે છે. ડાયાબિટીશમાં સારું પરિણામ આપે છે. વૈદ્ય કહે છે કે કફ અને પિત્ત એ બંનેમાં કારેલા લાભદાયક છે. કારેલાથી આપણો અગ્નિ પ્રદિપ્ત થવાથી પાચનશક્તિમાં વધારો