દેવલી - 7

(17)
  • 3.3k
  • 3
  • 1.4k

નરોતમ અને જીવણ મૂંગા બનીને એકબીજાને જોઈ રહ્યા.બંનેનું મગજ કામ નહોતું કરતું.નાખી નજર ઓળખાણની પહોંચે ત્યાં લગી દરેક ચહેરા પર મનોમન માંડી પણ, ક્યાંય કહેતા ક્યાંય એકેય ચહેરો તેમને આવું દેવલી જોડે કરે એવો લાગ્યો નહીં. ઘડીભર નરોત્તમને કાનજી પર શંકા ગઈ ..કે કદાચ તે જાણી ગયો હોય દેવલીની સત્યતા અને સમાજ વચ્ચે હવે દેવલીનો હાથ પકડવાની ના કહે તો, તેની શાંત,શરમિંદા અને ભોળા સ્વભાવની છાપ પર ધૂળ ફરી વળે તે બીકે પાછલા બારણેજ કાસળ કાઢી નાખ્યું હોય.તેના બાપ જીવણ કનેથી કે પછી જીવન અને તેની વાતો અને આવન-જાવન પરથી સત્યતા જાણી લીધી હોય