પ્રેત યોનિની પ્રીત... - 32

(124)
  • 6.7k
  • 11
  • 2.9k

પ્રેત યોનીની પ્રીતપ્રકરણ-32 નિરંજન ઝવેરીએ વિધુને મુંબઇ હીરાનાં વેપારી પાસે કાલે સવારે ગાડી અને ડ્રાઇવર લઇને જવા માટે કહ્યું. કામ સમજાવ્યું ઘરેથી 10 લાખ રોકડા લઇને જવાનાં છે પાર્ટીને મેં વાત તારી બધી કરી દીધી છે તારો ફોટો-ફોન નંબર જે જરૂરી બધીજ તારી ડીટેઇલ્સ પહોંચી ગઇ છે. વિધુએ કહ્યું કામ પતાવીને હું થોડો મારાં માટે સમય કાઢી શકું ? નિરંજન ઝવેરી જાણે સમજી ગયા હોય એમ બોલ્યાં ઓહ તારે શોપીંગ કરવું છે ? કરી લેજે એ પણ કંપનીનાં ખર્ચે અને એ સમયે હીરા ડ્રાઇવર ગુણવંત પાસે રાખી લેજે. ગુણવંત ખૂબ જૂનો અને જમાનાનો ખાધેલો વિશ્વાસુ ડ્રાઇવર છે એટલે નિશ્ચિંત રહેજે.