રમીલા એ ઊંડો નિશ્વાસ નાખ્યો ને ખનક નાં માથે હાથ ફેરવ્યો જાણે વિચારતી હોય આગળ કહેવું કે નહિ પછી આંખો બંધ કરી અને શ્વાસ છોડ્યો... જાણે નક્કી કર્યું હોય સાચ્ચું જ કહેવાનું એમ આગળ કહ્યું... "તારાં પપ્પા વકીલ હતાં અને સુરતમાં એમનું ઘર હતું અને સમાજમાં ખૂબ માન સન્માન હતું... એ દેખાવે થોડા સાવલા પરંતુ આંખો એટલી તો તેજસ્વી કે એમનાં પ્રભાવથી કોઈ પણ વ્યક્તિ અંજાઈ જાય.. વાત કરવામાં પણ એટલા જ પાવરધા કે કોઈ પણ વ્યક્તિ પાસે પોતાની વાત મનાવી જ લેતા.. એમનો સ્વભાવ ખૂબ સારો પરંતુ જડ હતો.." રમીલા જાણે નજર સામે વિમલભાઈ ને જોઈ રહી.. "મેં પપ્પા