જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૫)

(14)
  • 2.6k
  • 5
  • 1.2k

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૫ “કેવો વિચાર?” “અત્યંત ભયંકર વિચાર, પ્રિયે. મને તારા પતિ અંગે ત્રાસદાયક વિચાર આવે છે. હું અત્યારસુધી ચૂપ રહ્યો. મને ડર હતો કે હું કદાચ તારી આંતરિક શાંતિને પરેશાન કરીશ, પરંતુ મારાથી આવે ચૂપ નહીં રહી શકાય. એ અત્યારે ક્યાં હશે? તેની સાથે શું થયું હશે? એને જે પૈસા મળ્યા છે એના થકી એ શું બની ગયો હશે? આમ વિચારવું બહુ ભયાનક લાગે છે, દરેક રાત્રીએ મને તેનો ચહેરો દેખાય છે, થાકેલો, ત્રસ્ત થયેલો, યાચના કરતો... કેમ? જરા વિચાર પ્રિયે, જેટલા પૈસા તેણે તરતજ સ્વીકારી લીધા તે શું તારા