મોન્ટુની બિટ્ટુ - ફિલ્મ રિવ્યૂ

(22)
  • 4.5k
  • 1.3k

ફિલ્મ રિવ્યૂ:- મોન્ટુની બિટ્ટુલેખક:- કમલેશ જોષીમોન્ટુની બિટ્ટુ જે ગુજરાતીએ નથી જોઈ એને મારી પર્સનલ રિક્વેસ્ટ છે: આજે જોઈ જ લેજો. કારણ કે ગઈકાલે મોડી રાત્રે થાકીને પથારીમાં પડ્યો ત્યારે માત્ર અર્ધી કલાક કે કલાક પૂરતો ટાઈમપાસ કરવા આ ફિલ્મ જોવાની શરુ કરી હતી. થાકી ગયો હતો, સુઈ જવું હતું પણ ના.. એક એક દ્રશ્યે આ ફિલ્મે ગજબની પકડ જમાવવા માંડી, મોં ઉઘાડું રહી ગયું, આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ, હૃદયમાં હાસ્યના ઠહાકાથી શરુ કરી મીઠા ગલગલીયાની ભેળસેળ સાથે રહસ્ય અને ઉત્તેજનાની એવી તો જમાવટ થઈ કે જેની અમને કલ્પના ન હતી.અમદાવાદની પોળના રખડું અને ટપોરી જેવા પાત્ર ‘દડી’થી શરુ કરી