જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૪)

(16)
  • 2.4k
  • 2
  • 1.2k

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૪ પોતાના ખિસ્સાઓ અને પાકીટને ભરીને બગરોવે પેલા ચેક્સ અને બોન્ડ્સ પોતાના ટેબલના ડ્રોઅરમાં મુક્યા અને પાણીથી અડધો ભરેલો ગ્લાસ ખાલી કર્યો અને શેરી તરફ દોડ્યો. “ટેક્સી!” તેણે ઉન્માદભર્યા અવાજમાં બૂમ પાડી. રાત્રે સાડા અગિયાર વાગ્યે તે પેરીસ હોટલના દરવાજે પહોંચ્યો. અહીં થી તે જોરથી અવાજ કરતો કરતો ઉપર ગયો અને ગ્રોહોલ્સકીના એપાર્ટમેન્ટના દરવાજે તેણે ટકોરા માર્યા. તે અંદર આવ્યો. ગ્રોહોલ્સકી મોટી ટ્રંકમાં તેની ચીજવસ્તુઓ પેક કરી રહ્યો હતો. લીઝા ટેબલ પર બેઠા બેઠા એક પછી એક બ્રેસલેટ બદલીને જોઈ રહી હતી. જ્યારે બગરોવ આવ્યો ત્યારે બંને ડરી ગયા.