સેવેલું સપનું સાકાર કરવાની પ્રેરણા આપતી નવલકથા: ‘ઍલ્કેમિસ્ટ’

  • 7.7k
  • 1
  • 2.5k

ઈ.સ. ૧૯૮૮માં પ્રકાશિત થયેલી નવલકથા ‘O Alquimista’ મૂળરૂપે પોર્ટુગીઝમાં લખાયેલી ‘પોલો કોએલો’ની છે. અંગ્રેજી ભાષામાં આ નવલકથા ‘The Alchemist’ નામે અનુવાદ થયો. ૨૦૦૮માં ગુજરાતી ભાષામાં આ કૃતિનો અનુવાદ ‘સુધા મહેતા’ દ્વારા થયો છે. બીજા અન્ય અનુવાદકો દ્વારા પણ ગુજરાતી ભાષામાં આ નવલકથાના અનુવાદો થયેલા છે. ‘ઍલ્કેમિસ્ટ’ એટલે ગુજરાતીમાં ‘કીમિયાગર’. ‘કીમિયાગર’ એટલે સામાન્ય ધાતુઓને સોનામાં બદલી શકવાની કળાનો જાણકાર. ૧૫૦જેટલાં પૃષ્ઠની આ નવલકથા ઓગસ્ટ ૨૦૦૮ સુધીમાં વિશ્વની ૬૭ જેટલી ભાષામાં અનુવાદ થઈ. આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર તરીકે આ કૃતિ નામના મેળવી ચુકી છે. ‘પોલો કોએલો’નાં પુસ્તકોની ૧૦ કરોડ ઉપરાંત નકલોનું વેચાણ વિશ્વભરમાં થયું છે. ઈ.સ.૧૯૪૭માં રિયો, બ્રાઝિલ ખાતે ‘પોલો કોએલો’ જન્મેલા. બાળપણથી જ