પ્રિયાંશી - 3

(15)
  • 6k
  • 2.6k

પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતા હતા ત્યાં તેમને કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન હતા. પણ ખર્ચા-પાણી નીકળી જાય. બંને દીકરીઓ મોટી થઇ ગઇ હતી તેમને પરણાવવાનું ખૂબ ટેન્સન તેમને રહ્યા કરતું પણ તેમના પત્ની વિભા બેન સ્વભાવે ખૂબજ શાંત હતા. તે કહ્યા કરતા કે આપણી બંને દીકરીઓ દેખાવડી છે તેમને સરસ જ છોકરાઓ મળશે તમે ચિંતા ન કરશો અને પ્રિયાંશીના મામા મુકેશભાઈને થોડી શાંતિ લાગતી. જેને બે દીકરીઓ પરણાવવાની હોય તેને જ ખબર પડે. મુકેશભાઈને દુકાન માટે સામાન લેવા અવાર નવાર શહેરમાં આવવાનું થતું