શોધ – પુર્નજન્મની ગાથા - ૬

(21)
  • 3.6k
  • 1.7k

ઇશાનને નીરજની શ્વેતા જેવી કોઇ વ્યક્તિ તેના જીવનમાં આવી જ ન હતી, તે વાત પર વિશ્વાસ બેઠો નહિ. ઇશાને જાતે જ વાસ્તવિકતાની તપાસ કરવાનું નક્કી કર્યું. માટે જ બીજા દિવસે વહેલી સવારે તે એકાંતમાં મનોમંથન કરવા સારૂ બોરીવલીમાં સ્થિત રાષ્ટ્રીય ઉદ્યાનમાં મોર્નિંગ વોક માટે નીકળી ગયો. તે નીકળ્યો ત્યારે નીરજ ડ્રોઇંગ રૂમમાં સોફા પર જ સૂતેલો હતો. ગ્રે ટ્રેક અને ટી-શર્ટમાં સજ્જ ઇશાન ઝડપથી ઉદ્યાન તરફ ચાલી રહેલો. ઇશાન હંમેશા શ્વેતા સાથે રાષ્ટ્રીય ઉદ્યાનમાં જતો. ઉદ્યાનમાં ઉત્તરની તરફ આવેલી બેઠક પર તેઓ હંમેશા બેસતાં. ત્યાંથી એકતરફ ઉદ્યાનની લીલોતરી તો બીજી તરફ કોંક્રીટનું બનેલું શહેર દેખાતું