? નામ મેં ક્યાં રખ્ખા હૈ - 9 ? હું - ચાલો આંટી ભૂમિ ને મળી ને હું નીકળું છું... બસ એટલુ કહી ને હું ભૂમિને મળવા માટે એના રૂમમાં જાવ છુ. રૂમમાં જાવ તો જોવ છુ તો ભૂમિ બારી પાસે ઉભી છે અને બહારના વાતાવરણને નિહાળતી હોય છે. એની આંખોમાં મને ઘણું બધુ દર્દ દેખાઇ રહ્યું હોય છે પણ ચહેરા પર એ સ્માઈલ કરતી જોવા મળે છે.. હું - ( એને એના વિચારો માંથી બહાર કાઢવા માટે થોડી મસ્તી કરું છુ ) વાહ વાહ આખરે મહારાણી નો સ્વયંવર