એક લટાર અદાલતની

  • 3k
  • 1k

*એક લટાર અદાલતની!!*રોજ સવારે સમયસર નિયમિત કોર્ટે પહોંચી જવું તે નિત્ય ક્રમ હમણાંથી તૂટ્યો છે, તેના બદલે હવે વારા બંધાયા હતા. દરેકે વારાફરતી થોડા સમય માટે કોર્ટે જવાનો આદેશ હતો. તે હુકમની અમલવારી કરવા હું પણ ઉપડ્યો. વાતાવરણમાં સ્મશાનવત્ શાંતિ વ્યાપેલી હતી તે શાંતિમાં છુપાઈને બેઠેલી અશાંતિને હું સારી રીતે મહેસુસ કરતો હતો. ધોળા દિવસે પણ જાણે ઘોર અંધકાર વ્યાપેલો હોય તેવી અનુભૂતિ થતી હતી.કાયમ હંસીને આવકારતુ અદાલતનું પ્રવેશદ્વાર આજે અર્ધ ખુલ્લુ અને નિરાશ વદને નમીને ઉભેલ હતું. કંઈ કેટલાંય અમલદારોને જેણે દસકાઓથી આવકાર્યા છે, કેટ કેટલાંય વૈમનસ્ય તેની કૂખે સર્જાયા છે, તો કેટલાંય સમાધાનોનું જે સાક્ષી છે તે કોર્ટ