ખાના ખરાબી - 1

  • 3.7k
  • 1
  • 1.3k

"અમદાવાદ શહેર એટલે ધમધમતું શહેર" એમ કહેવામાં કાંઈ ખોટું નથી. લોકોની જીવવા માટેની ભાગદોડ અને આ ભાગદોડમાં ભુલાયેલી અમદાવાદની સંસ્કૃતિ "અતિથિ દેવો ભવ !"ની સંસ્કૃતિ. અહીંના લોકો પાસે પોતાને માટે, પરિવાર માટે સમય નથી તો મહેમાનો માટે ક્યાંથી હોય ?. પરંતુ ઝડપી જમાનામાં લોકોને તે બાબતનો જરાય રંજ નથી. કોઈના ઘરે જવાથી જે આગતા-સ્વાગતા નથી મળતી તે હોટલમાં ભવ્ય રીતે મળી રહે છે. તેમની ઈચ્છા મુજબની બધી વાનગીઓ પુરી તકેદારીથી પીરસાઈ છે. તેમની દરકાર એક મોંઘેરા મહેમાન સમાન થાય છે. અને અંતમાં એક મામૂલી છતાં મોંઘી કિંમતનું ફરફરીયું પકડાવાઈ છે. હોટલવાળો લાંબી રકમ મેળવ્યાનો ઓડકાર ખાય છે જ્યારે લાંબુંલચક બિલ ચુકાવનારને ક્યારેક ભૂખ્યા રહી ગયાનો અહેસાસ થાય