પ્રેત યોનિની પ્રીત... - 30

(130)
  • 6.4k
  • 8
  • 3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-30 આજે વિધુ સવાર સવારમાં સીધો સાઇટ પર આવી ગયેલો. આજે મૂહૂર્ત એવું રચાયું કે શૈલેશ સાઇટ એન્જીનીયર, બાબુ પગીનું ચોઘડીયું બગડ્યુ અને વિધુનું સુધરી ગયું. વિધુએ ચાલાકી સાથે શૈલેશપાસે એનાં ગોરખ ધંધા ઓકાવ્યા બધુ જ ઓડીયો-વીડીયો ટેપ કર્યુ અને શૈલેશ સાથે વાતો કરતાં કરતાં એની નજર ચૂકાવી નિરંજન ઝવેરીને પણ મોકલી દીધું. તમાશાને તેડું હોય ? સાઇટ પરની બીજી ગતિવિધિમાં વિધુ અને શૈલેશ પરોવાયા ત્યાંજ સાઇટનાં કમ્પાઉન્ડમાં ત્રણ ગાડીએ એ પ્રવેશ કર્યો. એક કારમાં નિરંજન ઝવેરી, બીજીમાં બંસીકાકા સાથે સીક્યુરીટી અને ત્રીજી કારમાં અજાણ્યાં માણસો હતાં જે વિધુ ઓળખી ના શક્યો. વિધુ આ બધાને જોઇ વિચારમાં પડી