મહેરને બેંગલોર ગયે હજું એક રાત જ ગઈ હતી. ને પરીને તેના વગર આ ઘરમાં મન નહોતું લાગતું. તે સવારે ઉઠી તો નિતાબેન પુજાની તૈયારી કરતા હતા. પરીએ નીચે જ્ઈને જોયું. કોઈ મોટી પુજા હોય તેવું તેને લાગ્યું. સંજય અંકલ બહારથી આવ્યાં ને તેમની સાથે પંડિત પણ આવ્યો. પરી આ બધું જ જોતી રહી. તૈયારીમાં વ્યસ્ત સંજયભાઈ ને નિતાબેનનું મન થોડુંક ભારી હોય તેવું લાગતું હતું. નિતાબેન તેના હાથે બધું તૈયાર કરતા હતા ને સંજયભાઈ પંડિતજી જે મંગાવે તે લ્ઈ આવતા. બધી જ તૈયારી થઈ ગયા પછી સંજયભાઈ એક ફોટો લઇ આવ્યાં. તે મિતાનો ફોટો હતો. પુજાની જગ્યાએ તે ફોટાને