જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૩)

(19)
  • 2.6k
  • 1.3k

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૩ “આ મારા નીતિ નિયમો વિરુદ્ધ છે. તું પ્રમાણિક વ્યક્તિ છે. હું તેને પ્રેમ કરું છું! આ દુનિયામાં અન્ય કોઇપણ ચીજ, વસ્તુ કે માનવી કરતાં પણ હું તેને ખૂબ પ્રેમ કરું છું! તને એની જાણ થઇ ગઈ છે.... એટલે મારી ફરજ બને છે કે હું તને આ કહી દઉં!” “હું કોણ છું તને કશું કહેવાવાળો?” ઇવાન પેત્રોવીચને નવાઈ લાગી. “આપણે હવે આનો અંત લાવવો જ રહ્યો. આ નાટક બહુ આગળ ન ચાલી શકે! તેને કોઇપણ રીતે પૂરું કરવુંજ રહ્યું.” ગ્રોહોલ્સકી શ્વાસ લેવા રોકાયો અને ફરીથી બોલ્યો: “હું તેના