કવિ કાગ - જીવન અને કવન

(16)
  • 19.5k
  • 1
  • 8.9k

કંઠ, કહેણી અને કવિતાના કલાધર કવિ શ્રી દુલા ભાયા કાગ જીવન અને કવન "ગિરા ધોધ ગંગા ગવન જન પંખીકે પ્રાગ, ભારતના કવિઓમાં ભૂષણ,(તને)વંદન કરૂ કવિ કાગ." સૌરાષ્ટ્રના કોઈ લોક કવિનો આ દુહો કાગબાપુનાં જીવન-કાર્ય પર સુંદર પ્રકાશ પાડે છે. લોકબોલીના વાલ્મિકી અને લોકસરવાણીના ભગીરથ એવા કવિ શ્રી દુલાભાયા કાગનાં જીવન વિષે તો ગ્રંથોના ગ્રંથ લખાય, પણ અહીં સંક્ષેપમાં એમની જીવન-ગંગાનું પાવન આચમન કરીએ. "દાઢીવાળા દેખિયા નર એક રવીન્દ્રનાથ, (દુજો) સરપટ્ટણી સમરથ, દેવ ત્રીજો તું દુલિયા.." આંગણકા ગામના ગઢવી શ્રી ગીગાભાઈ કુંચાળાએ ઉપરનો દુહો લખ્યો છે. ત્રણ દાઢીવાળા દેવ-પુરુષોના નામનો અહીં