જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ (ભાગ - ૨)

(23)
  • 2.8k
  • 2
  • 1.4k

જીવતી સંપત્તિ – એન્તોન ચેખોવ ભાવાનુવાદ – સિદ્ધાર્થ છાયા ભાગ - ૨ હવે જે બાકી હતું તે, આ બંનેમાંથી કોઈ એક કોઈ યોગ્ય કારણ શોધીને વાત શરુ કરે. બંનેને અહીંથી દૂર થઇ જવું હતું. પરંતુ તેઓ બેઠા રહ્યા, એકબીજાની સામે જોયા વગર અને તેમણે પોતપોતાની દાઢી સહેલાવી, અને આ વિચિત્ર પરિસ્થિતિમાંથી કેવી રીતે ભાગી જવાય તેના વિચારો મનમાં શરુ કરી દીધા. બંનેને પરસેવો થઇ રહ્યો હતો. બંનેની પરિસ્થિતિ દયાજનક હતી અને બંનેના મનમાં એકબીજા વિરુદ્ધ નફરતની લાગણી થઇ રહી હતી. બંને એક યુદ્ધની તૈયારી કરી રહ્યા હતા પરંતુ બંનેમાંથી કોણ આ પહેલા યુદ્ધ શરુ કરે તેની બંનેમાંથી કોઈને પણ ખબર