અધૂરી વાર્તા - 1

(37)
  • 3.9k
  • 3
  • 1.7k

1. ચુડેલના પડછાયા જેવી અંધારી રાત ઉતરી રહી છે. દૂર દૂરથી શિયાળની લાળી સંભળાઈ રહી છે. કૂતરાઓના ઉંચા અવાજો રાતને ભયંકરતા બક્ષી રહ્યા છે. આસપાસના વૃક્ષોમાંથી કોઈના રડવાના ધીમા સિસકારા વરતાઈ રહ્યા છે. અમાસની અંધારી રાત, જાણે માણસ ગંધાય માણસ ખાઉં ! તેણે હળવેકથી હવેલીનો મુખ્ય દરવાજો ખોલ્યો. તેણે મોબાઈલમાં જોયું. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. મોબાઈલની ટોર્ચ કરી તે અંદર દાખલ થઇ. સામે જ આંગણામાં ઉભેલા પીપળાના પાનનો સર સર અવાજ આવતો હતો. તેણે બે ડગ ભર્યા ને પીપળામાં બેઠેલી ચીબરી ચિત્કારી ઉઠી. તે ડરી ગઈ. ચીબરી તેના ઉપરથી ઉડી ગઈ અને તે પડી ગઈ. થોડીવારે ઊભી થઇને ચાલવા