*અજબ છોકરી*. વાર્તા.. ૧૩-૧-૨૦૨૦ આજના માહોલમાં માણસ ભણ્યો કેટલું તે તેના ”સર્ટિફિકેટ” પરથી ખબર પડે છે, પણ સમજ્યો કેટલું અને કેટલું આચરણ માં ઉતાર્યું એ તેના ”સંસ્કાર” પરથી ખબર પડે છે... એમ જ કંઈ અમથી કોયડા જેવી જિંદગી નથી બનતી ... અમુક વ્યક્તિઓ ના વ્યક્તિત્વ જ કંઈક અલગ હોય છે.. એમજ મીઠો નથી લાગતો ઘરનો રોટલો કોઈ લાગણીશીલ હાથ નાં ટેરવાં પણ શેકાયા હોય છે સાથે સાથે ત્યારે મીઠાશ ભળે છે... આખી સોસાયટીમાં અનેરી ચર્ચા નો વિષય બની ગઈ હતી... અનેરી ઘરનાં અને ઓળખીતા, પારખીતા માટે એક કોયડા સમાન હતી... બધાં એક જ વાત કરતાં... આ અનેરી તો કોયડા