એક રાત

(21)
  • 4k
  • 1.2k

એક રાત“એ એક રાતે મારું આખું જીવન બદલી નાખ્યું આકાશ, ઉમર નો અડધો પડાવ પાર કર્યા પછી પણ હું બીજા કોઈની નથી થઇ શકી.” તાજ હોટેલના રૂમમાં કપડા વ્યવસ્થિત કરીને આકાશ સામે બેસતાં વૈશાલી એ કહ્યું. વૈશાલી અને આકાશ કોલેજ સમયથી પ્રેમમાં હતાં. સાથે રહેવાના બહાને એક જ કંપનીમાં જોબ કરી. પણ આકાશના રૂઢીચુસ્ત પરિવારમાં ઈતર જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરવા માટે કોઈ સ્થાન ન હતું. ઘણા પ્રયાસો પછી પણ બંને એક ન થઇ શક્યા. ખૂબજ દુઃખ સાથે અલગ થવા માટે બંને મળ્યા હતા. વરસાદના દિવસોમાં જયારે કોઈ યુગલ એક થવાના સપનાં સેવતું હોય ત્યારે આ બંને અલગ થવાના અને વિરહમાં