ભીનાશ - 2 - શબનમ

(21)
  • 2k
  • 1
  • 698

શબનમને ઓફિસ જોઈન કર્યાને હજુ મહિનો જ થયો હતો, પણ સારી એવી હળી મળી ગઈ હતી બધાં સાથે. મેનેજર દિગ્વિજયસિંહ સોલંકી પણ ખુશ હતાં એના કામથી. શબનમ એકલી જ મુસ્લિમ હતી આખા સ્ટાફમાં. સ્ટાફ પણ જો કે બે પટાવાળા સહિત ગણીયે તો કુલ ૧૮ જણનો જ હતો. દિગ્વિજયસિંહ ૩૫ વર્ષની ઉંમરના ઠરી ઠામ છતાં નસ નસમાં યુવાની ભરેલી હોય તેવું વ્યક્તિત્વ ધરાવતાં હતાં. હેડ ઓફીસમાંથી મેઈલ આવ્યો કે શબનમ મનસૂરી નામક ૨૫ વર્ષની નવી યુવતી આવતીકાલથી હાજર થશે. એ વાંચીને દિગ્વિજય થોડાં નિરાશ થઇ ગયા હતાં. ધાર્મિક રીતે બહુ જડ તો નહોતા, પણ રાજકારણની સારી એવી અસર હતી એમના પર.