હવેલીનું રહસ્ય - 5

(29)
  • 3.5k
  • 2
  • 1.4k

સાંજ ઢળી રહી છે. સૂરજદાદા વાદળો સાથે સંતાકૂકડી રમતા રમતા આથમવાની તૈયારી કરી રહ્યા છે. આ બધા વચ્ચે લિપ્તા પાદરે પહોંચી. એણે આજુબાજુ જોયું પણ પેલા વૃદ્ધા ક્યાંય ન દેખાયા. એણે ત્યાં જ વૃદ્ધાની રાહ જોવાનું નક્કી કર્યું. બીજી દસ-પંદર મિનિટ એમ જ નીકળી ગઈ પણ વૃદ્ધા ન આવ્યા. લિપ્તા ઉભી થતી હતી કે ત્યાં એણે વૃદ્ધાને આવતા જોયા. વૃદ્ધા લિપ્તાની પાસે આવ્યા અને મોડું થવા બદલ માફી માંગી. લિપ્તાએ પણ વાંધો નહિ કહીને વાત વાળી લીધી. થોડીઘણી ઔપચારિક વાતો કર્યા બાદ વૃદ્ધાએ અધુરો ઇતિહાસ કહેવાનું ચાલુ કર્યું, "જ્યારે ચિત્રદિતને વનિષ્કાની એકલી હોવાની વાત ખબર પડી ત્યારે એણે