હવેલીનું રહસ્ય - 4

(33)
  • 3k
  • 3
  • 1.6k

લિપ્તાએ મોજાને પોતાની પાસે રાખ્યું અને હવેલીનો દરવાજો ખોલ્યો. હવેલી ઘણાં સમયથી બંધ હોવાથી લિપ્તાને દરવાજો ખોલવામાં સારી એવી મહેનત કરવી પડી. જેવો દરવાજો ખુલ્યો કે એ તરત જ અંદર પ્રવેશ કરવા ગઈ પણ હજી તો એ હવેલીનો ઉંબરો ઓળંગવા જતી હતી કે ત્યાં જ એને કંઈ કરંટ જેવું અનુભવાયું. એના ઝટકાથી એ દૂર જઈને પડી. પડવાના લીધે એને હાથમાં સામાન્ય ઈજા થઈ. એ ઉભી થઈ અને ફરી દરવાજા પાસે ગઈ. કોઈ અજાણી શક્તિ એના પગ ખેંચી રહી હોય એમ એને લાગ્યું. દરવાજાની અંદરથી કોઈ જોર જોરથી હસી રહ્યું હોય એવો અવાજ આવતો હતો. ધીરેધીરે