ચારણબાઈ

(21)
  • 6k
  • 4
  • 1.8k

સોરાષ્ટ પંથકમાં આવેલ ઝુલાશણ ગામને પાદરે ગોચરમાં બે પાળિયા છે. એક અશ્વસવાર નો છે અને બીજો પાળિયા કોઈ સ્ત્રીનો છે. એના સાથે બાળકો પણ છે . એકને કેડમાં તેડેલું, બીજાને આંગળીએ વળગેલુ છે.ઘણા લોકો ના મોઢે સાંભળેલી આ વાત વર્ષો પૂરાણી વાત છે. વૈશાખ ના ધોમધખતા તાપમાં કચ્છ ના રણ તરફથી એક ચારણી બાઈ ચાલી આવી રહી હતી. એની સાથે બે બાળકો પણ હતા. ચારણી એની ભેંસો હાંકીને પોતાના વતનમાંથી નીકળી હતી. એને જોઈને લાગતું હતું કે વાટમાં ખાવાનું નહીં મળ્યુ હોય. કેડે બેઠેલા બાળકે માની છાતી ચૂસી ચૂસીને ગાભા જેવી કરી નાખી હતી. આંગળીએ ટિંગાડેલુ બાળક ભેંસના દૂધ પર નભે