નાટક 2020જે રઆવિવાર છે મધ્યમ વર્ગીય દિવાનખાનાનું દ્રશ્ય . જમણી તરફ દરવાજો જે પ્રવેશદ્રાર છે. ડાબી તરફ બે દરવાજા. એક રસોડામાં જવા માટેનો અને બીજો શયનખંડમાં જવા માટેનો.. ફરનીચરમાં સોફા, ખૂરશી, દિવાલ પર તસ્વીર...પાત્રો સનત, સારિકા : પતિ પત્ની સારિકાનાં પપ્પા મમ્મી. સનત. : સારિકા.. ઓ... સા રિ કા...સારિકા : અરે સવારે સવારે આમ બરાડા કેમ પાડો છો? હજી હું જીવતી બેઠી છું... સનત : તું જીવતી બેઠી છો? સારિકા : કેમ ? કોઈ બીજીને ઘરમાં ઘાલવાના અભરખા જાગ્યા છે? સનત. : અરે ડાર્લિંગ જ્યાં સુધી તું આ ઘરમાં હોય ત્યાં લગી કોઈની તાકાત છે કે અહીં પધારે..સારિકા : અને