અદાલતની અટારીએથી

  • 2.5k
  • 791

*અદાલતની અટારીએથી!!*હમણાં રામાયણ અને મહાભારત જેવી ધાર્મિક સીરીયલો જોઈને સમય પસાર કરૂં છું માટે તે ભાષા શૈલીથી પ્રભાવિત થઈ, લૉક ડાઉન દરમિયાન અદાલતે આંટો મારતાં થયેલાં અનુભવોને એ જ ભાષા શૈલીમાં આપની સાથે વહેંચવાની ઈચ્છા ને હું રોકી શકતો નથી.આ સાર્વત્રિકબંધનો સૌથી વધુ પ્રતિકૂળ પ્રભાવ અદાલતની ફાઇલો ઉપર પડ્યો છે, હજારો ફાઈલો કેટલાંય દિવસોથી તિજોરીમાં મુંઝાય છે. કેટલાંય દિવસોથી તેમણે ખુલ્લી હવામાં શ્વાસ લીધો નથી. કાયમ ક્લાર્કના હાથમાં રમતી આ ફાઇલોને કેટલાંય દિવસોથી કોઈએ લાડ પ્યારથી પંપાળી નથી. કાયમ ન્યાયાધીશની અમી દ્રષ્ટિ ઝંખતી અને ન્યાયાધીશના હાથે મોક્ષની કામના કરતી એ ફાઈલોના મોક્ષના દિવસો લંબાતા જાય છે. એમાં વળી, દિવાની કેસોની