હવે કંપનીના માલિકે આ કંપનીની દેખરેખ ન રાખતા કંપનીના શેર સાઇઠ ટકા કોઈ એક પાર્ટી પાસે થઈ ગયા અને કંપની હાથમાથી જતી રહી આ કંપની ના નવા માલિક બીજુ કોઇ નહી પણ લહેર જે કંપનીમા કામ કરતી હતી તે કંપનીના માલિક નિતીનભાઈ જ હતા તેમને કોઇ સંતાન ન હતુ એટલે તે લહેરને દીકરી ની જેમ રાખતા પણ લહેર કયારેય તેનો ફાયદો ઉઠાવવાનુ ન વિચારતી બીજી બાજૂ સમીરે જુગાર, દારુ છોડી દીધા હતા કેમ કે હવે નોકરી જવાથી પૈસા પણ નતા આવતા. હવે બેરોજગાર થઈ ગયો હતો. લહેર હવે પગભર થઈ ગઈ હતી તેણે જમા કરેલા પૈસામાથી આ કંપનીના શેર પણ વસાવ્યા...