પ્રિયાંશી - 1

(22)
  • 7.3k
  • 1
  • 3.5k

પ્રિયાંશી એટલે મમ્મી-પપ્પા તેમજ પોતાના પરિવાર માટે કંઇક કરી બતાવવાની ઇચ્છા ધરાવતી એક દીકરી. પ્રિયાંશી એટલે કંઈક બનીને સમાજમાં સ્ટેટસ ઉભી કરનાર દીકરી. જે આપણાં સૌના હ્રદયમાં વસે છે એવી આપણી દીકરી...પ્રિયાંશી હવે ત્રણ વર્ષની થઇ ગઇ છે એટલે એને સ્કુલ માં ભણવા માટે મૂકવાની છે. પ્રિયાંશીની મમ્મી માયાબેન એના પપ્પા હસમુખભાઈને કહે છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે એ આબેહૂબ મારા જેવી જ દેખાતી જાય છે નહિ ? આપણે હવે તેને સ્કૂલમાં ભણવા મૂકી દઇશુ ?"" હા " હસમુખભાઇએ ટૂંકમાંાં જ જવાબ આપ્યો. હસમુખભાઈ એટલે ખૂબજ સીધા અને સાદા માણસ. નામ પ્રમાણે એમને આડુ-અવળી બોલીને