વિચારો... બસ માત્ર એકાગ્રચિત્તે વિચારો... વ્યક્તિગત સ્વતંત્રતાનું જૈવિક મૂલ્ય કેટલું? તમે સ્વેચ્છાએ હાથ, પગ, ગોઠણ, કોણી, કાંડુ કમર વિગેરે એક યા બીજી પ્રક્રિયા માટે હલાવી શકો છો. કહેવાતી દૈનિક ક્રિયાઓ જાતે જ કરવી એવી સ્વતંત્રતા સ્વાભાવિક છે. પણ જો આ બધીજ સ્વતંત્રતા એક જ ઝાટકે ક્ષણમાત્રમાં થયેલ અકસ્માતના પરિણામ સ્વરૂપે હણાય જાય તો? શરત લગાવીને કહું કે, બીજી જ ક્ષણે તમે ઈશ્વર પાસે આવુ જીવન દેવાનો કકળાટ અને સમાંતરે જીવન પરત લઇ લેવાની કાકલુદી કરતા હોવ. જે જન્મથી જ દિવ્યાંગ છે તે તો સહાનુભૂતિ ને પાત્ર છે જ પણ જેમણે જિંદગી ના ઘણાખરા વર્ષો હેમખેમ તંદુરસ્ત રહી વિતાવ્યા હોય-માણ્યા હોય