લોકડાઉનની વણજોવાયેલી બાજુ....... "હલ્લો, કેમ છે ધરતી ? યાર કઈ દુનિયામાં વસે છે તું કેટલા ટાઈમ પછી તને ફોન કર્યો. બોલ શું કરે છે ? તારી બેબી પણ ખાસી મોટી થઈ ગઈ છે, જીજુ શું કરે, લવલી કપલનો એવોર્ડ તમને જ મળવો જોઈએ. હમણાં તો જીજુ રોજ તમારા ફોટા અપલોડ કરે યાર શુ સુખી કપલ છો....." એક શ્વાસે હું આટલું બધું બોલી ગઈ એ પણ એકદમ રોમાંચિત થઈને.... "ધરતી"... મારી એક એકમાત્ર વ્હાલામાં વ્હાલી ફ્રેન્ડ.... મારો પરિચય તો રહી જ ગયો. હું છું શ્રી..... એક સોફ્ટવેર કમ્પનીમાં એક્ઝિક્યુટિવ મેનેજરની પોસ્ટ પર જોબ કરું છું. હું ને ધરતી સાથે ભણ્યા. MBA