ચાની માખ

(16)
  • 3.8k
  • 1k

ચાની માખ ફરી ફરી ઘરરર અવાજ સાથે ખખડધજ બસ આગળ ચાલી. તેનો ખખડાટ મારા રોમેરોમને કાંપતો રહ્યો. બાજુમાં બેઠેલી ગંધાતી બયરીના સૂકાભઠ આંચળે વળગી રહેલા નાના એવા છોરાના પગ વારેવારે મારા ‘પ્રેસ’ કરેલા કપડાને અડકતા મને મનોમન ખૂબ ખીજ ચડતી. તેની ગંધ મારા શ્વાસમાં ભરાઇ ગઈ. હું ગૂંગળાવા લાગ્યો એટલે તરત જ બસની બારી બહાર ડોકું કાઢી શ્વાસ લેવા પ્રયત્નો કરવા લાગ્યો. ત્યાં બહારથી ઊડેલી ધૂળ મારા ચહેરા પર વીંટળાઇ ગઈ. ખીસ્સામાંથી રૂમાલ કાઢી ઘસી ઘસીને ચહેરો સાફ કર્યો, પણ વર્ષોથી લાગેલી ધૂળ કેમેય કરી મારા ચહેરાથી નીકળતી જ ના હતી.! જેમજેમ હું રૂમાલથી ચહેરો સાફ કરતો રહ્યો તેમ વધુ