"ઋષિ""હેલો, ઋષિ""હેલો, હેલો.""ભાનમાં આવી જા.""લાઈફલાઈન હૂક માંથી નીકળી ગઈ છે.""ઋષિ !!!!!!""જાગ, પ્લીઝ,વજન નહી ખમે આ દોરડુ હવે,તુ અવકાશ માં છે, ઋષિ,"ઋષિઈઈઈઈઈ.ઋષિઈઈઈઈઈ....ને એ માઈકમાં દીધેલી બૂમોના પડઘા ઋષિના કર્ણપટલની જગ્યાએ એના સ્પેસ શૂટના હેલ્મેટમાં અથડાઈ પાછા ફરી રહયો છે એવુ જાણીને ઋષિના મિત્ર અને અવકાશયાત્રી પેટ્રીકે જાતે જ સ્પેસ વોક કરી ઋષિ સુધી પંહોચવા માટે લાઈફલાઈન લગાવી અને ગુરૂત્વાકર્ષણ વગરના અવકાશ માં છલાંગ લગાવી દીધી.*******તારાઓ અને નક્ષત્રોના અભ્યાસ માટેના ખૂબ જ મહત્વના આ મિશનમાં અવકાશ યાત્રી તરીકે "ઈસરો" દ્વારા બે હોંશિયાર અને અનુભવી ભારતીય અવકાશયાત્રીઓ ઋષિ અને સોહમ સાથે રશિયન અવકાશયાત્રી પેટ્રિકને પણ મોકલવામાં આવ્યા હતા. ડ્રીલના જ એક ભાગરૂપે અમુક સમયે