ત્રીજો કોયડો તે દિવસે રાત્રે અમને ઉંધ ના આવી.મુંબઇ ટ્રેન ની તાત્કાલિક ટિકીટો મળવી શકય ન હતી.અમે બંને એ જનરલ ડબામાં જ મુસાફરી કરવાનુ નકકી કર્યુ.આમ પણ અમે જનરલ માણસો જ હતા.મારી કંપની તરફથી મુંબઇ ની મિંટીંગો અનાયાસે ઘણી વાર યોજાતી,તેથી સાધનાને સમજાવવાનું વધુ અઘરુ ના પડયું.પણ રઘલાનુ શુ ? મેં રઘલાને એક કિમીયો આપ્યો.રઘલાએ ઘરે જઇને કહેવાનુ હતુ કે “ મુંબઇ ના એક પ્રતિષ્ઠિત લેખક તેની પ્રકાશન સાથે કરાર કરવા રાજી થયા છે.આ સોનેરી અવસર હાથમાંથી ગુમાવવો પાલવે એવુ નથી.તેથી અરજન્ટ મુંબઇ જવાનુ નકકી કર્યુ છે.આ કિમિયો કામ કરશે કે નહી તે તો સવારે જ ખબર પડે એમ હતી.