દરિયાઈ વાર્તા : ખારાં પાણીનું ખમીર (ભાગ ૨)

  • 5.3k
  • 1.3k

લહેરખી ● વિષ્ણુ ભાલિયા -------------------- “તમારે તવાર જે વા’ણ હતું, ઈ હવે કાં ગયું ? ડૂબી ગયું કે ?” શરીરમાં જાણે હજારો શૂળ એકસાથે ભોંકાયા હોય એવી વેદનાથી તેમની કાયા કંપતી મેં જોઈ. એકાદ હળવા આંચકા સાથે તેમણે મને માપી લીધો. તે નજરમાં દર્દ ઘૂંટાતું મને લાગ્યું. ત્યાં દરિયાનો કિનારો શોધતા આવેલા વીળનાં મોજાં પેલી હોડીને થપાટો મારીને જતાં રહ્યાં. “દરિયાની ને ખારવાની લડાઈ તો દીકરા હાઈલાસ કરે ! ઈમાં કો’ક દિ’ ખારવો જીતે ને કો’ક દિ’ આ દરિયો....” કહેતાં તેમણે સામે છાતી કાઢીને સૂતેલા સાગર તરફ ગર્વથી ઇશારો કર્યો. તેમના શબ્દોમાં રહેલી ગંભીરતાએ મને હલબલાવી મૂક્યો. તેમના અગોચર ભૂતકાળની