નિખિલ બધાને લઈને બહારની તેઓ જે ગુપ્ત દ્વારમાંથી આવ્યા હતા તે દ્વારમાંથી નીકળી ગયો . બધાના ગયા પછી રાઘવ એક ખૂણામાં ગયો જ્યાં એક ચાંદીનો ઘડો હતો તેમાંથી જળ લઈને તેણે ધનુષ્ય અને તીર પર છાંટ્યું , તે શસ્ત્રોની પવિત્રતાને સમજતો હતો . તે પછી તેણે શસ્ત્રોને જ્યાં મુકેલા હતા ત્યાં ફરી ગોઠવ્યા અને પછી તેણે શ્રીકૃષ્ણનું ધ્યાન ધર્યું અને અચાનક તેના હાથમાંથી શક્તિ પ્રવાહ વહેવા લાગ્યો જે શસ્ત્રોની આજુબાજુ પોતાનું સ્થાન લેવા લાગ્યો . જયારે તેને લાગ્યું કે પર્યાપ્ત સુરક્ષાચક્ર રચાઈ ગયું છે તે પ્રિડા જે મારગથી આવી હતી તે દિશા તરફ આગળ વધ્યો , સુરંગના નીચેના ભાગમાં