બર્બરીકે સૂર્ય તરફ જોયું અને કહ્યું ચાલ ડુમલા આપણો જવાનો સમય થઇ ગયો છે પછી અચાનક તે ડુમલાને ભેટી પડ્યો અને કહ્યું મિત્ર તારી સાથે મેં બહુ અમૂલ્ય સમય વિતાવ્યો છે આ ચાર દિવસમાં . ડુમલાના ચેહરા પર હજી આશ્ચર્યના ભાવ હતા . છતાં તે કઈ બોલ્યો નહિ અને ચુપચાપ બર્બરીક સાથે ચાલવા લાગ્યો . થોડીવાર પછી તેઓ બધાના રહેવા માટેના તંબુ બનવ્યા હતા ત્યાં પહોંચ્યા ત્યાં જોયું કે શ્રીકૃષ્ણ પોતે હાજર હતા સાથે જ પિતામહ ભીષ્મ તેમજ કુરુસેનાના મુખ્ય યોદ્ધાઓ પણ હતા અને પાંડવો પણ હતા . બર્બરીક બધા વડીલોને પગે લાગ્યો . જયારે તે ઘટોત્કચને પગે લાગ્યો