શ્રીકૃષ્ણ ડુમલાને બર્બરીકના તંબુમાં લઇ ગયા અને બર્બરુકને કહ્યું આ તારો સેવક છે અને સેવા કરવા હંમેશા તત્પર રહેશે. બર્બરુકે શ્રીકૃષ્ણને બે હાથ જોડીને કહ્યું પ્રભુ મને કોઈ સેવકની જરૂર નથી પણ જો આપ આને અહીં લઇ આવ્યા છો તો તે મારા મિત્ર તરીકે અહીં રહેશે. શ્રીકૃષ્ણ બર્બરીકને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળી ગયા . બર્બરીકે બહુ પ્રેમથી તેને પૂછ્યું શું નામ છે તારું બંધુ ? ડુમલા થોડો આશ્ચર્યમાં હતો કારણ તેને ખબર હતી કે બર્બરીક રાજમહેલમાં ઉછર્યો છે છતાં જેટલા પ્રેમ અને આત્મીયતાથી પૂછ્યું હતું તેનાથી તે અભિભૂત થઇ ગયો . ડુમલાએ કહ્યું મારુ નામ ડુમલા છે અને હું