રાઈટ એંગલ - 7

(20)
  • 3.6k
  • 1
  • 1.6k

રાઈટ એંગલ પ્રકરણ–૭ ‘ગુડ મોર્નિંગ!‘ કશિશ બારણું ખોલ્યું ત્યા તો સામે કૌશલ ચાની ટ્રે લઈને ઊભો હતો. એને જોઈને કશિશને હાશ થઈ કે તે મોડી નથી પડી. ‘ગુડ મોર્નિગં ડિયર! તું કેમ ચા લઈને આવ્યો?‘ ‘તું સુતી હતી તો મને થયું કે તું ઊઠે ત્યાં સુધીમાં ચા મંગાવી લઉં તો તારે જે વાત કહેવી છે તે ચા પીતા પીતા કહેવાય જાય!‘ કૌશલની વાત સાંભળીને કશિશને આશા બંધાય. ભલે એ એને જાણ કરવામાં મોડી પડી હોય પણ કૌશલ એને સપોર્ટ કરશે. કેટલો કેરિંગ છે! બેડરુમની અમેરિકન વિન્ડોના પરદા ખોલીને કૌશલ બાજુમાં સર્વિંગ ટેબલ પર ચા મૂકીને પોતે સોફા પર ગોઠવાયો. ત્યાં