રાઈટ એંગલ - 5

(24)
  • 3.3k
  • 1.6k

રાઈટ એંગલ પ્રકરણ–૫ ‘તું?‘ બન્ને જણ એકી સાથે બોલી પડ્યા. પોલિસ સુપરિન્ટેન્ડન્ટની ઓફિસમાંથી બારણું ખૂલશે અને કૌશલ એમાંથી બહાર નીકળશે તેવું તો સપનામાં પણ કશિશે વિચાર્યું ન હોય ને! તો બીજીબાજુ એસ.પી. સાહેબની ઓફિસ બહાર આમ કશિશ ઊભી હશે એ એવું તો કૌશલે પણ વિચાર્યું ન હોય! ક્ષણભર બન્ને એકબીજાને આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યાં. સૌથી પહેલાં કૌશલ સ્વસ્થ થયો, ‘હેય કિશુ વ્હોટ આર યુ ડુંઇગ હિયર?‘ જવાબ આપતાં પહેલાં બે ક્ષણમાં કશિશે સ્વસ્થતા મેળવી લીધી અને મનોમન નક્કી કરી લીધું કે તે કૌશલને સાચી વાત અત્યારે અહીં આમ એસ.પી.ની ઓફિસ બહાર તો નહીં જ કહે. કારણ કે આ વાત