રાઈટ એંગલ પ્રકરણ–૩ બહારથી પોલિસસ્ટેશનનો દેખાવ કોઈ મધ્યમ વર્ગના ઘર જેવો હતો. વિદેશી નળિયાથી છવાયેલું છાપરું અને લાકડાં અને પતરાંથી બનેલા બારી બારણા. બહારના નાનકડાં ફળિયા જેવા ચોગાનમાં બે–ચાર બાઈક અને એક પોલિસ જીપ હતી. કશિશ તે જોઈને થોડી નિરાશ થઈ ગઈ. આવું પોલિસ સ્ટેશન હોય? બધાં પર અછડતી નજર નાંખતી થોડા સંકોચ સાથે પોલિસ સ્ટેશનના આગળના ઓસરી જેવા ભાગને વળોટીને અંદરના ઓરડામાં આવી. બે માણસ પોલિસ ડ્રેસમાં બે ટેબલ પર બેઠાં હતા. બીજી બે–ચાર ખુરશી અને મોટા રૂમના એક ખૂણામાં બે કબાટ. એક વોકીટોકી રેડિયો સેટ. જેમાંથી સતત કોઈકના બોલવાનો અવાજ આવતો હતો. ખૂણામાં એક સાત–આઠ વર્ષનો બાળક એક