રાઈટ એંગલ પ્રકરણ–૧ અદાલતમાં આરંભાતી શૂન્યમાંથી શાશ્વત થવાની સફર! ધડાધડ...ધડાધડ...ધડામ! એક પછી એક પંચ પંચિગબેગ પર જોર અને જોશથી વાગે છે જાણે પંચિગબેગને તોડી– ફોડી નાંખવી ન હોય! ગ્લવ્ઝના પણ છોતરાં નીકળી જવાના હોય તેમ ધ્રુજી રહ્યાં છે પણ પંચ મારનારનું ઝનૂન ઓછું નથી થતું. કસકસાવીને બાંધેલી કમરસુધીના વાળની પોનીટેલમાંથી વાળ નીકળીને એના પરસેવે રેબઝેબ ચહેરા પર ચોંટી ગયા છે. નેવી બ્લુ જીમ શોર્ટસ અને રેડ ટીશર્ટ પસીનાથી લથબથ થયું છે. જેમાંથી એનું પ્રપોશનલ બોડી દેખાય છે. એની અણિયાળી આંખોમાં ગુસ્સો છલકાય છે. ચહેરો તમતમી ગયો છે. એના મોંમાથી ગાળ નીકળતા નીકળતાં અટકી જાય છે, એમને ગાળ તો કેમ બોલી