પડકાર

(18)
  • 2.9k
  • 1
  • 1.1k

બહાર વરસાદ થોભવાનું નામ લેતો ન હતો અને અચાનક કોઈએ બહારથી દરવાજો ખટખટાવ્યો.મે ઘડિયાળ માં જોયુંરાતના બે વાગ્યા હતા. મારું હૃદય ધબકાર ચુકી ગયું. કારણ ઘરમાં હું એકલી હતી. મારા હસબન્ડ ઑફિસ ના કામ અંગે બહારગામ ગયા હતા. દરવાજો કોઈ જોરથી ખખડાવતુ હતું. જાણે કોઈ ને જલ્દી થી અંદર ન આવી જવું હોય. હું તો મુઝાઈ ગઈ હવે શું કરવું. મેં ડ્રોઈંગ રૂમ ની બારીમાંથી બહાર જોયું તો એક નારી તેના હાથમાં નાનકડા બચ્ચાને લઈને ઊભી હતી. અને વરસાદ થી પોતાના બાળક ને બચાવવા મદદ માટે કરગરતી હતી. આટલી મોડીરાત્રે કોઈ ને ઘરમાં પણ કેમ આવવા દેવાય, અને મદદ