ફુરસદની શોધ

(27)
  • 2.6k
  • 1
  • 769

સુજાતાબહેન અવિનાશભાઈની છબી સામે જોઈને વિચારતા હતા.આ છબીને હાર લાગ્યાને બે વર્ષ થવા આવ્યા તો પણ હજી મગજમાંથી ખસતા નથી. હજી પણ એ જ જૂની વાતો રહી રહીને કાનમાં ગુંજ્યા કરે છે. "હવે હજી કેટલું છેટું છે? અવિનાશ? " સુજાતાની આંખ માં ઝળઝળીયા છવાયા. "છેટુંમાં તો એવું છે.... ને સુજાતા કે મને પણ લાગે છે કે હજી કેટલુ છેટું છે!" ક્યાંકથી અવાજ આવ્યો, સુજાતાબેન ચમક્યા."અરે! આ તો એનો જ અવાજ!""ના ના! મને ભ્રમ થયો લાગે છે, કે પછી મને ભણકારા વાગે છે!""એ ગાંડી અહીંયા જો!.. તારી સામે જ છું હું.. દેખાતું નથી..આ અહીં જ તો છું."સુજાતાબેનના હાથમાંથી છાપું સરકી ગયું. "અરે સાંભળ!