નાનજીસર

(15)
  • 2.4k
  • 756

મેં સરસ્વતી હાઈસ્કુલમાં અભ્યાસ પૂર્ણ કર્યો અે વાતને આજે વીસ વર્ષ થઈ ગયાં. અત્યારે મારી પોતાની ત્રણ ફેક્ટરી છે. 'વેલસેટ' છું. થયું કે લાવ ને મારી હાઈસ્કૂલમાં આંટો મારું. અેક દિવસ મુલાકાત લીધી. શિક્ષકોમાં તો બધાં જ ચહેરાં બદલાઈ ગયાં હતાં. અમારાં સમયનાં તો અેક પણ નહી. ના જ હોય ને ! પણ મારી આ મુલાકાત વખતે કોણ જાણે પણ મનમાં અેક વિચાર આવ્યો કે લાવને મારાં અે વખતનાં શિક્ષકોની કશી ભાળ મળે તો અેમને મળવાં જાઉં ! અને... અને અેમને કહું કે "સર !, બહેન !, અમે વિધ્યાર્થીઓ અંદરો-અંદર તમને ફલાણાં-ફલાણાં નામથી ખીજવતાં-બોલાવતાં." જો કે તેમનું હ્રદય દુભાવવાનો આશય