દિલ પ્રેમનો દરિયો છે - 12

(28)
  • 4.4k
  • 1
  • 1.8k

"મમ્મી, પરીને તમે જોઈ...?? ""ના, તે તેના રૂમમાં જ હશે, આ તો બાહાર વોક કરવા નિકળી હોય....કેમ શું થયું. ""ના કંઈ નહીં.. હું જોઈને આવું બહાર...""મહેર, નાસ્તો......." નિતાબેનની વાત સાંભળ્યા વગર જ મહેર બહાર નિકળી ગયો. જ્યાં પણ તેને ખ્યાલમાં હતું ત્યાં બંધે જ તેને પરીને ગોતવાની કોશિશ કરી પણ પરી ના મળી. કાલે થયેલી વાતથી પરી અપસેટ તો હતી પણ આટલી બધી કે તે અહીંથી ચાલી ગઈ. મહેરના વિચારો પરીને ગોતવાની સાથે ભાગતા પણ હતા. 'શું તે ફરી તેના ઘરે તો નહીં.... ના, તે હારી જાય એમ નથી. તો પછી અત્યારે કયા ગઈ.' મહેરના સવાલો જવાબ બની ઉકેલાતા જતા