શોધ – પુર્નજન્મની ગાથા - ૩

(23)
  • 4.4k
  • 2.1k

‘ઇશાન...ઇશાન...’, ફોન ઉપાડતા જ શ્વેતાનો અવાજ સંભળાયો. શ્વેતાનો અવાજ ગભરાયેલો હતો. કોઇનાથી ડરતી હોય તેવું લાગતું હતું. ‘હા, શ્વેતા... શ્વેતા...’, ઇશાન આગળ વાત કરે તે પહેલાં જ ફોન કપાઇ ગયો. ઇશાને તુરત જ શ્વેતાનો નંબર ડાયલ કર્યો અને ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો. તેની ચિંતામાં વધારો થવા લાગ્યો. તેણે શ્વેતાની સ્કૂલ પર ફોન લગાવ્યો. ‘હેલો...ડીવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ...હાઉ મે આઇ હેલ્પ યુ?’, ‘પ્રાથમિક વિભાગમાંથી... શ્વેતાને બોલાવી આપો...હું તેનો પતિ બોલું છું.’, ઇશાને ડાબો હાથ કપાળ પર ફેરવ્યો.