ધ બોમ્બે ઓપેરા હાઉસ રોબરી : એક એવી લૂંટ, જેનો અપરાધી ચાર દાયકા પછી પણ ફરાર છે!

(18)
  • 5.1k
  • 3
  • 1.6k

એક અજાણ્યું પ્રકરણ ● પ્રતીક ગોસ્વામી (અંક નંબર : ૦૬) ------------------------------------------------ મંગળવાર, 17 માર્ચ 1987. મુંબઈની હરહંમેશ વ્યસ્ત રહેતી સવાર એ મહાશય માટે રોજની જેમ જ આળસુ અને કામચોર હતી. 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા' દૈનિકનાં પાનાં ઉથલાવતો, કડક કોફીની ચુસ્કીઓ લેતો તે બાલ્કનીમાં આરામખુરશી પર બેઠો હતો. કામ પર જવાની કોઈ જલ્દી ન હતી. બેરોજગારને વળી કેવું કામ!? નવી નવી નોકરીઓ માટે અરજી કરી ઇન્ટરવ્યૂ આપવા સિવાય તે શરીરને બીજી કોઈ તસ્દી આપતો ન હતો. સામે પક્ષે ઇન્ટરવ્યૂઅર્સ પણ તેને શરૂઆતી તબક્કાઓમાં જ રિજેક્ટ કરીને વધુ પળોજણથી દૂર રાખતા હતા ! અખબારનું પાનું પલટાવતી વખતે અચાનક તેનું ધ્યાન એક ખૂણે