“કેસરી”રંગોમાં સૌથી ચડિયાતો કલર એટલે કેસરી, કેસરી કોઈનું નામ પણ તો હોઈ જ શકે ને? અમારા ગામમાં પણ કેસરી નામનું એક પાત્ર,રોજ સવારે ઉઠે એટલે એનું પેન્ટ એની કમરથીતો નીચે જ ઉતરેલું હોય, એટલે જ તો એની માં દાતણ ઘસતા ઘસતા બુમો પાડતી ને, “ઓલું પેન્ટ તો ચડાવ મારા રોયા,તારો બાપો જોશે તો ગોંડ ભાગી નાખશે તારી.” અને કેસરી એક હાથમાં પેન્ટ ને એક હાથમાં પાવડો પકડીને ખેતરની સિમોમાં ઉભોને ઉભો ઉતરી જતો.કેસરીને ધીમે ધીમે પેન્ટ થી નફરત થતી જતી હતી, એટલે જ તો ખેતરે કામ કરતો હોય તો ક્યારેક ક્યારેક તો પેન્ટ કાઢીને બાજુમાં શેઢા ઉપર મૂકી દેતો હતો