આખો દિવસ પસાર થયો અને રેવા એકપણ વાર નજરે ના ચડી તો કૌશલને ચિંતા થવાં લાગી. અને રેવાને શોધતો તે રેવાનાં ઘર તરફ નિકળી પડ્યો. પણ ઘેર પહોંચી દાદીમાં ને પૂછે એ પહેલાં જ રચના રસ્તામાં જડી અને તેની સાથે વાત કરવાં ઉભો રહ્યો " અરે રચનાદીદી!... તમેં અત્યારે અહીં?.. રેવાનાં ઘેરથી આવતાં લાગો છો!..." કૌશલે અળવીતરી રીતે પુછ્યું. " હા... દાદીમાં ને મળીને આવી છું. આજે રેવા છે નહીં તો તેમને જમવાનું મારાં ઘેરથી આપવાં આવી હતી. અને..." " રેવા છે નહીં મતલબ??.. ક્યાં ગઈ એ?.. આજે સવારથી જ નજરે નથી પડી?.. એમ તો